Wednesday, May 1, 2024
HomeGujaratમોરબીના ખોડાપીપર ગામે ટ્રેક્ટર હડફેટે બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત

મોરબીના ખોડાપીપર ગામે ટ્રેક્ટર હડફેટે બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત

મોરબી તાલુકાના ખોડાપીપર ગામથી પડાણા જવાના રોડ પર ટ્રેક્ટર ચાલક દ્વારા બાઈક ચાલકને અડફેટે લેતા બાઈકનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે જે અંગે તાલુકા પોલીસ માથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખોડાપીપર ગામથી પડાણા જવાના રસ્તા પર અડધો કિલોમીટર આગળ ટ્રેક્ટર રજીસ્ટ્રેશન નંબર GJ-૨૪-K-૯૦૮૪ ના ચાલક ગફલત ભરી રીતે માણસની જિંદગી જોખમાય તેમ બેફિકરાઇ થી ટ્રેક્ટર ચલાવી નીકળ્યા હોય ત્યારે દિનેશભાઈ જોરસીંગ મેડા ઉંમર વર્ષ 22 વાળા પોતાનું હીરો હોન્ડા ડિલક્ષ બાઈક લઈને જતા હોય ત્યારે તેમને અડફેટે લઈ વાહન અકસ્માત થયો હતો. ત્યારે બાઈક ચાલકને શરીરે મોઢા દાઢી તેમજ ગળાને જમણી બાજુના ભાગ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર વધુ મૂકી નાસી છૂટ્યો હતો જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!