Thursday, May 2, 2024
HomeGujaratહળવદ નજીક માસૂમ બાળકી નો ભોગ લેતું કાળમુખું ડમ્પર

હળવદ નજીક માસૂમ બાળકી નો ભોગ લેતું કાળમુખું ડમ્પર

મોરબી જિલ્લા માં વાહન અકસ્માત ના બનાવો દિવસે ને દિવસે અકસ્માત ના બનાવો વધી રહ્યા છે જ્યારે આજે પણ હળવદ નજીક એક રેતી ભરેલા ડમ્પર એ 7 વર્ષ ની માસૂમ બાળા નો ભોગ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા માં હળવદ નજીક ઘનશ્યામગઢ ગામ પાસે રેતી ભરેલા ડમ્પર એ બાઇક સવાર દંપતી ને હડફેટે લીધું હતું જેમાં બાઇક સવાર રમેશભાઈ ઠાકોર ,શારદાબેન રમેશભાઈ ,વિશ્વાસભાઈ ,જલ્પાબેન સાહિતનાઓ ને ઇજા પહોંચી હતી તથા 7 વર્ષ ની બાળકી કિંજલ બેન રમેશભાઈ ઠાકોર નું માતા પિતા ની નજર સામે જ કરુણ મોત નીપજ્યું હતું .

ઉલ્લેખનીય છે કે રમેશભાઈ ઠાકોર(રહે.રાવળિયા વદર, તા.ધ્રાંગધ્રા) પોતાના પરિવાર સાથે બેન ના ઘરે થી પરત ફરી રહ્યા હતા ત્યારે જ રસ્તા માં આ યમરાજ બની ને આવેલા ડમ્પરે માસૂમ બાળકી નો ભોગ લેતા ઠાકોર પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!