લાકડાના ધોકા વડે માર મારતા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા
મોરબીના આમરણ ગામે થોડા દિવસો અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી છ શખ્સોએ બે મિત્રો પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. એક મિત્રને માર મારવામાં આવતો હોવાની જાણ થતાં બીજો મિત્ર છોડાવવા વચ્ચે પડ્યો હતો, ત્યારે તેના પર પણ હુમલો કરાયો હતો. હુમલામાં બંનેને મુંઢ ઇજાઓ પહોંચતાં સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા સેજાભાઈ રમેશભાઈ શિરોયા ઉવ.૨૭ એ તાલુકા પોલીસ સમક્ષ આરોપીઓ ગુલામહુશેન અસરફમીયા બુખારી, વસીમ મહમદ સોલંકી, ઇસ્માઇલભાઈ સલેમહમદભાઈ સોલંકી, ઇકબાલભાઈ અલીભાઈ સોલંકી, સોકતભાઈ અસરફભાઈ બુખારી અને પરવેઝભાઈ ઇસાભાઈ સોલંકી
તમામ રહે. આમરણ તા.જી. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈકાલે તા.૨૪/૧૧ના રોજ ફરિયાદી સેજાભાઈ પોતાની ઇકો ગાડી સર્વિસમાં મૂકીને મોટરસાયકલ પર ઘરે જતા હતા ત્યારે અગાઉ ફરિયાદી સેજાભાઈ અને તેના મિત્ર સાજીદભાઈ રજાકમીયા બુખારી સાથે થયેલ સામાન્ય બોલાચાલીનો ખાર રાખી ઉપરોક્ત આરોપીઓ ગુલામહુશેન અસરફમીયા બુખારી, વસીમ મહમદ સોલંકી અને ઇસ્માઇલભાઈ સલેમહમદભાઈ સોલંકીએ ધોકા વડે હુમલો કરી ગાળો આપી હતી. દરમિયાન તેમના મિત્ર સાજીદભાઈ રજાકમીયા બુખારી છોડાવવા આવતાં થોડે આગળ નેશનલ હાઇવે રોડ પર અન્ય આરોપી ઇકબાલભાઈ અલીભાઈ સોલંકી, સોકતભાઈ અસરફભાઈ બુખારી અને પરવેઝભાઈ ઇસાભાઈ સોલંકીએ પણ બંને મિત્રો પર ધોકા વડે હુમલો કરી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






