બોલેરો કારમાં બેઠેલા શ્રમિકો અને તેના બાળકોના બાલ-બાલ બચ્યા
મોરબી: મોરબીના નાની વાવડી ગામ પાસે આજે માલ સમાન ભરેલ બોલેરો ગાડી નાલામાં ખાબકી હતી. પરંતુ બોલેરો કારમાં બેઠેલા શ્રમિકો અને તેના બાળકોના બાલ-બાલ બચ્યા હતા. હળવદના દેવળીયાથી મોરબીના બગથળા ગામ જતી વખતે શ્રમિક પરિવારને આ અકસ્માત નડેલ હતો.
મોરબીના નાની વાવડી ગામ પાસે આજે બપોરે નાલામાં બોલેરો ગાડી પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે ડ્રાઇવર વાહન ત્યાંજ મૂકીને ફરાર થઈ ગયેલ હતો. આ બનાવને પગલે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. જો કે આ બોલેરો કારમાં શ્રમિક પરિવારના ચાર સભ્યો અને બાળકો હતા. પણ આ અકસ્માતમાં જાનહાની થવા પામેલ નથી. આ શ્રમિક પરિવાર પોતાનો માલ સમાન ભરીને બોલેરો કારમાં હળવદના દેવળીયાથી મોરબીના બગથળા ગામ જઈ રહેલ હતો. ત્યારે અકસ્માત નડેલ હતો.