મોરબીનાં સાપર ગામ તથા ગાળા ગામ વચ્ચે આવેલ સોલોગ્રેસ સિરામીક નજીક રોંગ સાઇડમાં આવતી કારે સી.એન.જી રીક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલક તથા રીક્ષામા બેસેલ પેસેન્જર્સ ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર, માળીયા મી.ના ખાખરેચી ગામે રહેતો રવિભાઇ પરસોત્તમભાઇ ભોજવીયા નામનો યુવક પોતાની GJ-03-BT-1271 નંબરની સી.એન.જી રીક્ષામાં પેસેન્જરોને લઈ મોરબી તાલુકાના સાપર ગામ તથા ગાળા ગામ વચ્ચે આવેલ સોલોગ્રેસ સિરામીક નજીક રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામેથી GJ-36-R-7331 નંબરનાં ફોર વ્હીલ ગાડીનાં ચાલકે પોતાની કાર પૂર ઝડપે ચલાવી આવી રિક્ષાને ભટકાડી અકસ્માત કરતા રીક્ષા ચાલક યુવક તથા રીક્ષામા બેસેલ પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.