Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર માટેલ રોડ પરના અમરધામ નજીકથી આઠ બોટલ દારૂ સાથે બાઇક ચાલક...

વાંકાનેર માટેલ રોડ પરના અમરધામ નજીકથી આઠ બોટલ દારૂ સાથે બાઇક ચાલક ઝડપાયો

વાંકાનેર માટેલ રોડ પર આવેલ અમરધામ પાસે નજીકથી પસાર થતાં શંકાસ્પદ બાઈક ચાલકને પોલીસે અટકાવી તલાંશી લેતા તેના કબજામાંથી આઠ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો.

- Advertisement -
- Advertisement -

અમરાધામ નજીકથી સ્પ્લેન્ડર પ્લસ બાઈક રજી નંબર- GJ-૧૩-એ એફ -૪૧૬૯ના લઈ નીકળેલ મેહુલભાઇ રેવાભાઇ રાઠોડ (ઉ.વ-૨૩ રહે– વેલાળા તા-મુળી જી- સુ.નગર)ને પોલીસે અટકાવી તેની તપાસ હાથ ધરી હતી આ દરમિયાન આરોપીના કબજામાંથી મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કીની નંગ.૦૮ કી.રૂ.૩૦૦૦ તથા બાઈક સહિત કુલ રુપીયા-૨૮,૦૦૦ના મુદામાલ ઝડપયો હતો. જેને પગલે મેહુલ રાઠોડને વાંકાનેર પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ પ્રોહી.કલમ-૬૫(એ)(એ),૧૧૬(બી),૯૮ મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

  • મોરબીના ઉજવલા ફાર્મ પાસેથી દારૂની બાટલી સાથે નીકળેલ એક ઝડપાયો

અન્ય એક કેસમાં મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ ઉજવલા ફાર્મ પાસે મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કીની એક બોટલ લઈ નીકળેલ આરોપી પોપટભાઇ જગાભાઇ ટોયટા (ઉ.વ.૨૪ રહે.મોરબી પંચાસર રોડ ગીતાઓઇલ મિલપાસે મુળરહે.બાદનપર)ને પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!