Friday, May 17, 2024
HomeGujaratમોરબીના રવાપર-ધુનડા રોડ ઉપરથી શ્રમિક પરિવારની બે સગી બહેનો લાપતા થતા અપહરણની...

મોરબીના રવાપર-ધુનડા રોડ ઉપરથી શ્રમિક પરિવારની બે સગી બહેનો લાપતા થતા અપહરણની ફરિયાદ નોંધાઈ

મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર નવજીવન સ્કૂલની બાજુમાં રહેતા શ્રમિક પરિવારની ૧૪ વર્ષીય સગીર વયની દીકરી તેની મોટી બહેન સાથે બપોરના અરસામાં કુદરતી હાજતે જવાનું કહી ગયા બાદ લાપતા થતા સગીરાના પરિવાર દ્વારા ઘરમેળે સાગા સંબંધી તથા પરિચિતમાં તપાસ કરતા તેની ભાળ ન મળતા આખરે સગીરાના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યું અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

સગીરાના અપહરણની પ્રાપ્ત માહિતી મુજબ રવાપર-ધુનડા રોડ ઉપર આવેલ નવજીવન સ્કૂલની બાજુમાં રહેતા શ્રમિક પરિવારની દિકરી ઉવ.આશરે ૧૪ વર્ષ વાળી જે તેની મોટી બહેન સાથે ગત તા. ૧૩/૦૪ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઘરેથી કુદરતી હાજતે જવા માટે બાજુના ખેતરમાં ગયેલ હોય જે બંન્ને દિકરીઓ ઘરે નહી આવતા સગીરાના પિતા દ્વારા ફરિયાદ મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી કે તેઓની સગીરવયની દીકરી હોય જેને કોઈ અજાણ્યા ઈસમએ કોઇ લાલચ આપી લગ્ન કરવાના ઇરાદે અમારા વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોવાની ફરિયાદ નોંધાવી છે. સગીરા શરીરે મધ્યમ બંધાની વાને શ્યામવર્ણી આશરે પ ફુટની ઊંચાઈ છે. તથા સગીરાને દાઢીના નીચેભાગે જુનુ લાગેલાનુ નીશાન છે અને ધોરણ-૫ સુધી ભણેલ છે. સગીરાના પિતા દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સગીરવયની દિકરીને કોઇ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ ગયેલ હોય તેમજ તેની સાથે તેની મોટી બહેન ઉવ.૧૯ વર્ષ પણ સાથે ગયેલ હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સગીરાના પિતા દ્વારા નોંધાવેલ ફરિયાદના આધારે અજાણ્યા આરોપી સામે આઇપીસી કલમ ૩૬૩ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!