પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા શૈલેશભાઈ જાદવજીભાઈ ભાલોડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૮/૦૨ ના રોજ રાત્રીના સમયે અજાણ્યા ઈસમોએ લતીપર ચોકડીએ પટેલ ચેમ્બર્સમાં આવેલ તેની અમૃતા હોસ્પિટલ અને ચેમ્બરની અન્ય દુકાનમાં તાળા તોડી પ્રવેશ કર્યો હતો જેમાં હોસ્પિટલમાંથી રોકડ રકમ રૂ ૪૦,૦૦૦/- તેમજ ડીઝીટલ કાંડા ઘડિયાળ કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ ૫૦,૦૦૦/- ની મત્તા ચોરી ગયા છે ઉપરાંત અન્ય દુકાનમાંથી રૂ.૩૮,૦૦૦/- મળીને કુલ ૮૮,૦૦૦/- ની મત્તાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે બનાવની ફરિયાદ નોંધી તસ્કરોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.