વાંકાનેરના જુના ગારીયા ગામે પાણી છોડવા મામલે મારામારી થઇ હતી જે બનાવ મામલે હવે વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
વાંકાનેરના નવા ગારીયા ગામના રહેવાસી સાવજુભા બટુકસિંહ વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના દીકરાને ગારીયા ઉપસરપંચ રસિકસિંહ અને યુવરાજસિંહ સાથે મારામારી થઇ હોય જેનો ખાર રાખી આરોપી પુષ્પરાજસિંહ અગરસિંહ વાળા રહે નવા ગારીયા વાળાએ છરીથી ફરિયાદી સાવજુભાને ત્રણ ઘા કરી ઈજા પહોંચાડી તેમજ હરપાલસિંહને ગાળો આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે