Saturday, July 18, 2026
HomeGujaratમોરબીના મીરા પાર્કમાં દારૂ-જુગારના વિવાદે ધારણ કર્યું હિંસક રૂપ, બાપ-દીકરા અને યુવક...

મોરબીના મીરા પાર્કમાં દારૂ-જુગારના વિવાદે ધારણ કર્યું હિંસક રૂપ, બાપ-દીકરા અને યુવક પર હુમલાની સામસામી ફરિયાદ

જાહેરમાં વીડિયો ઉતારવા અને ચોકમાં બેસવાની બાબતે તકરાર બાદ મારામારી: નિવૃત્ત એએસઆઈ સહિત ત્રણ ઘાયલ.

- Advertisement -
- Advertisement -

મોરબીના મીરા પાર્ક વિસ્તારમાં જાહેરમાં દારૂ-જુગારની કથિત પ્રવૃત્તિનો વીડિયો ઉતારવા મુદ્દે થયેલી તકરાર બાદ બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. એક તરફ નિવૃત્ત એએસઆઈ અને તેમના પુત્ર ઉપર પાઈપ વડે હુમલો અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે સામે પક્ષે યુવકને છરી મારી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મોરબીના મીરા પાર્ક વિસ્તારમાં ૧૬ જુલાઈની રાત્રે જાહેરમાં દારૂ અને જુગારની કથિત પ્રવૃત્તિને લઈને વિવાદ સર્જાયો હતો. જેમાં નિવૃત્ત એએસઆઈ મહેન્દ્રસિંહ નાથુભા ઝાલા ઉવ.૬૪ની ફરિયાદ મુજબ તેમના પુત્ર કુલદીપસિંહે ચોકમાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા અને વીડિયો ઉતારી પોલીસને જાણ કરવાની વાત કરતાં આરોપી રૂત્વીક ધીરુભાઈ ગોસ્વામી, સુલતાનસિંહ પરમાર અને મહેન્દ્રસિંહ રાણા ત્રણેય રહે. મીરા પાર્ક વાવડી રોડ મોરબી વાળાઓ એકદમ ઉશ્કેરાઈ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ લોખંડના પાઈપ અને ઢીકાપાટુ વડે હુમલો કરી ફરિયાદી મહેન્દ્રસિંહ અને તેમના પુત્રને ઈજા પહોંચાડવામાં આવી હતી.

જ્યારે સામેપક્ષે નોંધાવવામાં આવેલ ફરિયાદમાં ફરિયાદી રૂત્વીક ધીરુભાઈ ગોસ્વામી ઉવ.૨૦ રહે. મીરા પાર્ક મોરબી વાળાએ જણાવ્યું છે કે, તે મિત્રો સાથે ચોકમાં બેઠો હતો ત્યારે આરોપી કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ વીડિયો ઉતારી ત્યાં બેસવાની ના પાડી ગાળાગાળી કરી હતી. બાદમાં છરી વડે હુમલો કરતા ફરિયાદીના હાથની આંગળીમાં ચાર ટાંકા આવે તેવી ઈજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!