ટંકારાના મેઘપર ઝાલા ગામે રહેતા દિવિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા ધ્વારા તા.૯/૬/૨૬ ના રોજ ૩-૩૦ વાગ્યાના અરસામાં તેઓની ખેતીની જમીન કે જે તેઓના ગામ મેઘપર ઝાલા ખાતે આવેલ છે તે જમીનની માપણી કરવાની હોય જેથી તેઓ તથા માપણીવાળા કિર્તીભાઈ તેઓના નાનાભાઈ જયપાલસિંહ તેઓના દીકરા હર્ષવર્ધનસિંહ અને કાકાના દીકરા સંજયસિંહ બધા માપણી કરાવતા હતા ત્યારે તેઓની બાજુમાં આવેલ ખેતરવાળા મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાના દીકરાએ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તથા તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને બોલાવેલ હતા અને તે દરમ્યાન ફરીયાદી પાણી ભરવા જતા હતા અને સંજયસિંહ ચા બનાવતા હતા તે વખતે તેઓના ગામના મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાના બંને દીકરા મોટરસાયકલ લઈને આવેલ અને શેઢેથી જોતા તેઓના ભાઈ જયપાલસિંહ તથા દીકરા હર્ષવર્ધનસિંહનાઓને છરી જેવા ઘાતક હથીયારોથી માર મારતા દેખાતા તેઓ ત્યાં દોડીને ગયેલ અને ત્યાં પહોંચતા આ મહાવીરસિંહ તથા તેજપાલસિંહ બંને મોટરસાયકલ લઈને ભાગી ગયેલ અને સ્થળ પર તેઓના દીકરા તથા ભાઈ લોહીલુહાણ હાલતમાં થઈ ગયેલ હતા. આ આરોપીઓ ધ્વારા અમોના પુત્ર હર્ષવર્ધનસિંહ દિગ્વીજયસિંહ ઝાલા ને છરીના આડેધડ ૧૧ જેટલા ઝનુનપુર્વક ઘા મારી ઈજાઓ પહોંચાડી મૃત્યુ નીપજાવેલ હોય તથા અમોના ભાઈ જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલાને છરી વડે શરીર ઉપર આડેધડ ૧૮ જેટલા ઝનુનપુર્વક આડેઘડ ઘા મારી મૃત્યુ નીપજાવેલ હતુ.
ત્યારબાદ ફરીયાદીના ફોન માંથી ૧૦૮ માં ફોન કરેલ હતો અને ૧૦૮ આવી જતા ફરીયાદી તથા કૌટુંબીકભાઈ સંજયસિંહ ફરીયાદીના દીકરા તથા ભાઈને ટંકારા સરકારી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ અને જયાં શરીરે ઘણીબધી ઈજાઓના કારણે બંને મરણ ગયેલ હતા. જે અંગેની ફરીયાદ મરણ જનારના ભાઈ તથા પિતા દિગ્વીજયસિંહ પ્રતાપસિંહ ઝાલા ધ્વારા કરવામાં આવેલી હતી.
ઉપરોકત ફરીયાદના અનુસંધાને મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૫૧૫/૨૬, તા.૯/૬/૨૦૨૬ ના કામમાં બી.એન.એસ.ની કલમ ૧૦૩(૧), ૩(૫), તથા જી.પી.એકટની કલમ ૧૩૫ વિગેરે મુજબની ફરીયાદ દાખલ કરેલી અને (૧) મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (૨) તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની અટક કરવામાં આવેલી હતી.
ઉપરોકત કામમાં ફરીયાદી ધ્વારા ગુજરાત સરકારમાં તેઓના આ કેસ માટે ખાસ સરકારી વકીલ એટલે કે સ્પેશ્યલ પી.પી.ની માંગણી કરવામાં આવેલ અને ગુજરાત સરકાર ધ્વારા ઉપરોકત કેસ ચલાવવા માટે રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની સ્પેશ્યલ પી.પી.ની નિમણુંક કરવામાં આવેલી હતી.






