Monday, May 20, 2024
HomeGujaratમોરબીમાં અરિહંતનગર નજીકથી વિદેશી દારૂના ૨૫ ચપલા સાથે એક શખ્સને ઝડપી લેવાયો 

મોરબીમાં અરિહંતનગર નજીકથી વિદેશી દારૂના ૨૫ ચપલા સાથે એક શખ્સને ઝડપી લેવાયો 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષિકેશ વિદ્યાલયની બાજુમાં અરિહંતનગર પાસેથી એક શખ્સને વિદેશી દારૂની ૧૮૦એમએલ ક્ષમતાની ૨૫ બોટલ સાથે મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

 

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી-૨ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઋષિકેશ વિદ્યાલય પાસે એક શખ્સ પ્લાસ્ટિકનું બાચકું લઈને ઉભો હોય તેથી તેની પ્રાથમિક પૂછપરછ કરતા યોગ્ય જવાબ ન મળતા પ્લાસ્ટિકનું બાચકું ખોલી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૮૦એમએલની ક્ષમતાવાળી ૨૫ નંગ નાની બોટલ મળી આવતા તુરંત આરોપી પિયુષભાઇ ઉર્ફે ખારો બાબુભાઇ કુવરીયા ઉવ.૪૨ રહે.અરિહંતનગર મોરબી-૨ ની સ્થળ ઉપરથી અટક કરી વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ આગળની તપાસની તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!