Wednesday, June 10, 2026
HomeGujaratહળવદના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, બે મહિલા સહિત છ...

હળવદના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, બે મહિલા સહિત છ જુગારી ઝડપાયા

હળવદ પોલીસે ગોલાસણ ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા બે મહિલા સહિત કુલ છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂ.૬૨,૩૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ગોલાસણ ગામે રહેણાંકમાં જુગાર અંગે રેઇડ કરવામાં આવી હતી. બાતમી મુજબ ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયાના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે સ્થળ પર રેઇડ કરી હતી.

દરોડા દરમિયાન મકાનમાંથી જુગાર રમતા ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયા રહે. ગામ ગોલાસણ તા.હળવદ, મીનાબેન મનસુખભાઈ બોરાણીયા રહે.ગામ બાવળી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, મનસુખભાઇ હિરાભાઈ બોરાણીયા રહે.ગામ બાવળી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, સંજયભાઈ ગેલાભાઈ ખાંભળીયા રહે.ગામ ગોલાસણ તા.હળવદ, જયંતીભાઈ કેશાભાઈ વરાણીયા રહે.ગામ જુના ઇશનપુર તા.હળવદ તથા દિપકભાઈ કેશાભાઈ વરાણીયા રહે. ગામ જુના ઇશનપુર તા.હળવદ વાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૬૨,૩૦૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે હળવદ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!