Thursday, May 9, 2024
HomeGujaratહળવદ શાકમાર્કેટમાં યુવાનને બે શખ્સો એ છરીના ઘા ઝીંક્યા

હળવદ શાકમાર્કેટમાં યુવાનને બે શખ્સો એ છરીના ઘા ઝીંક્યા

હળવદ શહેરમાં આવેલ શાકમાર્કેટમાં યુવાન ઉપર મુસ્લિમ શખ્સે છરી વડે હુમલો કરતા યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થનિક પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ શાક માર્કેટમા મારામારીનો બનાવ સામે આવ્યો છે જેની પ્રાથમિક વિગત અનુસારહળવદ શાક માર્કેટમાં આરોપી સાઇકલ લઈ આવતા અમિત માણેકલાલ ઠક્કર નામના યુવાને શાકમાર્કેટમાં સાયકલ કેમ લાવે છે ? તેમ કહ્યું હતું જે બાબતે આરોપી શહેઝાદ રહીમભાઈ ફકીર અને મહમંદ રહીમભાઈ ફકીર ને ન પસંદ પડતા ઉશ્કેરી જઇ અમિત માણેકલાલ ઠક્કર પર છરી વડે હુમલો કર્યો હતો. યુવાનને ગળાના ભાગે છરી ના ઘા ઝીંકી બંને આરોપી નાશી ગયા  હતો. આથી લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો.

બીજી તરફ ધટનાની જાણ થતાં હળવદ પીએસઆઇ રાજેન્દ્રદાન ટાપરીયા સહીતનો સ્ટાફ ધટના સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ આદર્યો છે.અને આરોપીઓ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!