Wednesday, June 24, 2026
HomeGujaratગીર સોમનાથમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો : લાખોનો મુદ્દામાલ કબજે

ગીર સોમનાથમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો : લાખોનો મુદ્દામાલ કબજે

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ વિસ્તારમાં એનડીપીએસ એક્ટ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોઢવા ગામની સીમમાં એક વ્યક્તિના કબ્જામાંથી 16.767 કિલોગ્રામ ગાંજો મળી આવતા પોલીસે તેને ઝડપી પાડી કુલ ₹8.42 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતીનાં આધારે, પોલીસે લોઢવા ગામની વેકરાનો પા સીમમાં આવેલા હનુમાન મઢી નજીક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વિક્રમભાઈ ઓઘડભાઈ ભોળાના કબ્જા ભોગવટાના ફળિયામાંથી લીલો-સુકો ગાંજો (મારીજુઆના/હશીશ)નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અંદાજે 16.767 કિલોગ્રામ ગાંજો, જેની કિંમત ₹8.38 લાખથી વધુ થાય છે, તેમજ એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી કુલ ₹8.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી પોતાના રહેણાંક સ્થળેથી ગાંજાનો જથ્થો સંગ્રહ કરી છૂટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!