Wednesday, June 24, 2026
HomeGujaratમોરબી: મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ

મોરબી: મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ

છેલ્લા ૧૫ વર્ષથી શિક્ષણ સેવાનો યજ્ઞ અવિરત, જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રી આપી શિક્ષણ માટે પ્રોત્સાહન.

- Advertisement -
- Advertisement -

મોરબીની મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સિપાઈવાસ વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૨૦થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૫ વર્ષથી ટ્રસ્ટ દ્વારા શિક્ષણ સેવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે.

મોરબીમાં શિક્ષણ અને માનવસેવાના ક્ષેત્રે કાર્યરત મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગત તા. ૩૧ મેના રોજ સિપાઈવાસ વિસ્તારમાં આવેલી સિદ્દીકી મસ્જિદ નજીક સિપાઈના જમાતખાનામાં શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ૧૨૦થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા, નોટબુક, પેન, પેન્સિલ, વોટર બોટલ, લંચબોક્સ અને સ્કૂલ બેગ સહિતની જરૂરી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૫વર્ષથી આ સેવાકાર્ય સતત કરવામાં આવી રહ્યું છે. વર્ષો સુધી આ કામગીરીનું માર્ગદર્શન મોરબી શહેરના નાયબ ખતીબ હઝરત પીર સિદ્દીક મિયા હાજી મદની મિયા બાપુ કાદરીએ આપ્યું હતું. તેમના અવસાન બાદ હાલ તેમના નાના ભાઈ સિકંદર મિયા હાજી મદની મિયા બાપુ કાદરીના માર્ગદર્શન હેઠળ આ સેવાકીય પ્રવૃત્તિ આગળ વધી રહી છે. આ પ્રસંગે સિકંદર મિયા બાપુએ જણાવ્યું હતું કે શિક્ષણ સમાજના વિકાસનો આધારસ્તંભ છે અને કોઈપણ બાળક આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત ન રહે તે માટે ટ્રસ્ટ સતત કાર્યરત છે. તેમણે વાલીઓને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા પ્રાથમિકતા આપવા પણ અપીલ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!