Tuesday, June 2, 2026
HomeGujaratમોરબીના વજેપરમાં રહેણાંક સામેના વાડામાંથી ગાંજો અને હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક...

મોરબીના વજેપરમાં રહેણાંક સામેના વાડામાંથી ગાંજો અને હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

એસઓજી ટીમની રેઇડમાં રૂ.૧.૪૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજી ટીમે પૂર્વ બાતમીને આધારે સાયન્ટિફિક રોડ ઉપર વજેપર વિસ્તારમાં દરોડો પાડી ૧ કિલો ૯૯૨ ગ્રામ ગાંજો અને ૧૧ ગ્રામથી વધુ હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી હતી. પોલીસે કુલ રૂ.૧,૪૫,૫૪૯/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

મોરબી શહેરના સાયન્ટિફિક રોડ વજેપર વિસ્તારમાં દાઉદભાઈ અબ્બાસભાઈ ખુરેશી પોતાના રહેણાંક મકાન સામે આવેલા વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા આરોપી પાસેથી ૧ કિલો ૯૯૨ ગ્રામ ગાંજો કિ.રૂ.૯૯,૬૦૦/- તથા ૧૧ ગ્રામ ૩૭ મીલીગ્રામ હાઈબ્રીડ ગાંજો કિ.રૂ.૩૮,૬૨૯/- નો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે બે ઇલેક્ટ્રીક વજન કાંટા, ગાંજાના વેપારમાંથી મેળવેલી રોકડ રકમ રૂ.૧,૬૨૦/- તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧,૪૫,૫૪૯/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

પોલીસે આરોપી દાઉદભાઈ અબ્બાસભાઈ ખુરેશી સામે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!