Wednesday, July 8, 2026
HomeGujaratહળવદના ઇંગોરાળા ગામે ઝેરી દવા પી જતાં પરિણીતાનું સારવાર દરમિયાન મોત

હળવદના ઇંગોરાળા ગામે ઝેરી દવા પી જતાં પરિણીતાનું સારવાર દરમિયાન મોત

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના કડીપાણી ગામની ઇતાબેન ગોવિંદભાઈ રાઠવા ઉવ.૩૨ હાલ ઇંગોરાળા ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતી હતી. ગત ૪ જુલાઈએ તેમણે પોતાની વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી પ્રથમ તેમને હળવદની નારાયણ હોસ્પિટલમાં, ત્યારબાદ મોરબીની મંગલમ હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસની તપાસમાં મૃતકના પતિ ગોવિંદભાઈ શંભુભાઈ રાઠવાએ આપેલ વિગતો મુજબ મૃતક ઇતાબેનના લગ્નને નવ વર્ષ થયા હતા અને તેમને એક પુત્ર તથા એક પુત્રી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!