Thursday, January 23, 2025
HomeGujaratમોરબીમાં જાહેર રસ્તા પર પથ્થરોની આડશ મૂકી નમાજ પઢતા માનસિક અસ્થિર શખ્સ...

મોરબીમાં જાહેર રસ્તા પર પથ્થરોની આડશ મૂકી નમાજ પઢતા માનસિક અસ્થિર શખ્સ ઝડપાયો

મોરબી શહેરમાં વાઘપરા-કબીર ટેકરી રોડ પર આજે એટલે કે 24/9/2022 ના રોજ એક માનસિક અસ્થિર વ્યક્તિ રસ્તાની વચ્ચે પથ્થરાઓની આડશ મુકી જાહેરમાં નમાઝ પઢતો જેની જાણ થતા જ મોરબી સીટી એ ડિવિઝનના સ્ટાફે સ્થળે પહોંચી શખ્સની અટકાયત કરી હતી અને બાદમાં પરિવારને બોલાવી શખ્સની માનસિક સારવાર કરાવવા તાકીદ કરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં વાઘપરા-કબીર ટેકરી રોડ પર કોઇ માણસ પથ્થરાઓની આડશ મુકી જાહેરમાં નમાઝ પઢતો હોવાની જાણકારી મળતા જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશેનના સર્વેલન્સ તથા મોબાઇલ ઇન્ચાર્જ ઘટનસ્થળે પહોંચ્યા હતા અને રોડ પર નમાઝ પઢતા ઇસમને હસ્તગત કરી મજકુર ઇસમને પોલીસ સ્ટેશન લાવી તેની પુછપરછ કરી હતી. જેમાં તેણે પોતાનું નામ જીતેશભાઇ મીરાણી હોવાનું અને પોતે મોરબીના વસંત પ્લોટમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. જે માહિતીનાં આધારે પોલીસે જીતેશના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ત્યારે તેના ભાઇ મનોજ હસમુખભાઇ મીરાણી તથા પત્ની આરતીબેન જીતેશભાઇ મીરાણીએ જણાવેલ હતું કે, છેલ્લા આઠેક માસથી જીતેશ માનસીક રીતે પીડાય છે, જેથી તેની સારવાર જામનગર મેન્ટલ હોસ્પિટલમાં ચાલુ છે, અને આજરોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયેલ હતો. જેને ધ્યાને લઇ પોલીસે જણાવ્યું હતું કે, જીતેશભાઇ મીરાણીએ માનીસિક બીમારીના કારણે આવી પ્રવુતી કરેલ છે. જે સંદર્ભે તેમના પરિવારને તેમના દ્વારા માનસિક સારવાર કરાવવા તાકીદ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!