મોરબીમાં હિટ એન્ડ રનની વધુ એક ધટના સામે આવી છે. જેમાં અજાણ્યાં વાહન ચાલકે સી.એન.જી. રીક્ષાને હડફેટે લઈ રિક્ષા ચાલક પર ટાયર ફેરવી દેતા તેનું મોત નિપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર, અકબરમીંયા હૈદરમીંયા કાદરી નામનાં ૫૫ વર્ષિય આધેડ પોતાની GJ-36-U-1119 નંબરની સી.એન.જી. રીક્ષા લઈ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર સરતાનપર રોડની ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યાં વાહન ચાલકે તુલશી પેટ્રોલપંપની સામે મકનસર ચોકી પાસે રીક્ષા ચાલકને હડફેટે લેતા તે નીચે પછડાયો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેના પર પોતાના વાહનનું પાછલું ટાયર ફેરવી દેતા આધેડનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ. જે સમગ્ર મામલે મૃતકના નાના ભાઈ બશીરમીંયા હૈદરમીંયા કાદરીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યાં વાહન ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી પોતાનુ વાહન લઈ ફરાર થયો હતો.
માળીયા કચ્છ હાઇવે પર બેકાબુ ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા અક્સ્માત સર્જાયો
મોરબીમાં ટ્રક ચાલકો બેફામ બન્યા છે. ત્યારે ગત તા-૧૫/૧૧/૨૦૨૨ના રોજ માળીયા મીં.માં એક ટ્રક ચાલકે ટ્રક પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર ટપી અન્ય ટ્રક સાથે અથડાયું હતું.
મળતી માહિતી અનુસાર, સામખયારી અંબેરોડ કેરીયર્સ હરીઓમ વે બ્રીજની બાજુમા રહેતા તુલસારામ સનુરારામ બેનીવાલ નામનો શખ્સ પોતાનું મોરબી-સામખીયારી હાઇવે ઉપર દેવ સોલ્ટ પાસેથી લઈ જઈ રહ્યો હતો. ત્યારે તેણે પોતાનું ટ્રક પુરપાટ ઝડપે ચલાવતા તેણે પોતાના ટ્રક પરથી કાબુ ગુમાવ્યું હતું. જેના કારણે તેણે પોતાનું ટ્રક ડીવાઇડર ટપાડી ફરીયાદી ભરતભાઇ વિભાભાઇ કરમટાના જી.જે- ૧૨- બી.ઝેડ-૦૫૩૨ નંબરનાં ટ્રક સાથે ભટકાડતા ટ્રક પલટી મારી જતા ફરીયાદીને મૂંઢ ઇજા પહોંચી હતી. ત્યારે સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધાયો છે.