Saturday, April 20, 2024
HomeGujaratહળવદમાં થયેલ દુર્ઘટના મામલે છ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

હળવદમાં થયેલ દુર્ઘટના મામલે છ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

હળવદ જીઆઇડીસીમાં સાગર સોલ્ટ નામની કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં દીવાલ પડવાથી કામ કરતા 12 શ્રમિકો મોતને ભેટ્યા હતા જેમા હળવદમાં દીવાલ પડતા (૧) રમેશભાઈ નરશીભાઈ ખીરણા,ઉવ.૪૫ (૨) કાજલબેન જેઠાભાઇ ગણેશિયા ઉવ.૨૭ (૩) દક્ષાબેન રમેશભાઈ કોળી ઉવ ૧૮(૪) શ્યામભાઈ રમેશભાઈ કોળી ઉવ ૧૩ (૫) રમેશભાઈ મેઘાભાઈ કોળી ઉવ ૪૨ (૬) દિલાભાઈ રમેશભાઈ કોળી ઉવ૨૬ (૭)દીપકભાઈ દિલીપભાઈ સોમાણી કોળી ઉવ૫૪ (૮) મહેન્દ્રભાઈ ઉવ 3૦ (૯) દિલીપભાઈ રમેશભાઈ ઉવ ૨૫ (૧૦) શીતલબેન દિલીપભાઈ ઉવ ૩૨ (૧૧) રાજી બેન ડાહ્યાભાઈ ભરવાડ ઉવ ૩૦ (૧૨) દેવીબેન ડાહ્યાભાઈ ભરવાડ ઉવ ૧૬ ના મોત થયા હતા જેમાં એક જ પરિવાર ના છ સભ્યો અને બે સગીર પણ સામેલ હતા ઘટના ની ગંભીરતા ને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કેન્દ્રના ગૃહ મત્રીથી લઈ વડાપ્રધાન સુધી આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી હતી તો બીજી બાજુ કંપની સાગર સોલ્ટ કંપનીના માલિકો ભૂગર્ભ માં ઉતરી ગયા હતા જો કે શ્રમ કૌશલ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા અને ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા તંત્રના અધિકારીઓને તાકીદ કરી હતી આ ઘટના સમયે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંહે પણ મોરબી મીરર સાથેની વાતચીતમાં કોઈ જવાબદાર ચમરબંધિઓને છોડવામાં નહિ આવે તેવું જણાવ્યું હતું ત્યારે ગત મોડી રાત્રીના આ બનાવમાં હળવદ પોલીસ મથકે આઠ ઈસમો સામે ગુનો નોંધાયો છે જેમાં સાગર સોલ્ટના માલિક અફઝલ અલારખા ઘોણીયા,દેવો ઉર્ફે વારીસ અલારખા ઘોણીયા,આત્મારામ કિશનરામ ચૌધરી,સંજય ચુનીલાલ ખત્રી,મનોજ રેવાભાઈ છનુરા અને આરીફ નુરમહમદ સોઢા સામે આઇપીસીની કલમ ૩૦૪,૩૦૮ a,૧૧૪,બાળ કામદા૨ 1960ની કલમ ૩ a 14 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ ગુનાની વધુ તપાસ રેન્જ આઈજી સંદીપ સિંહ અને એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પીઆઇ જે એમ આલની ટીમે હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે તો બીજી બાજુ આવડી મોટી ઘટના પછી પણ હજુ સુધી કંપની માલિકો મૃતકોના પરિવાર જનોને મળ્યા નથી તે પણ કચવાટ જોવા મળી રહ્યો છે.હાલ આ તમામ આરોપીઓ મોરબી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજે સાંજે પાંચ વાગ્યે એસપી રાહુલ ત્રિપાઠી પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી આપશે તેવું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!