Monday, June 1, 2026
HomeGujaratહળવદમાં ગેરકાયદે રેતી ખનન પર રાજકોટ રેન્જ પોલીસનો દરોડો, રૂ. 80 લાખનો...

હળવદમાં ગેરકાયદે રેતી ખનન પર રાજકોટ રેન્જ પોલીસનો દરોડો, રૂ. 80 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત હળવદ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ટીકર ગામની સીમમાં બ્રમ્હાણી નદીના કાંઠેથી ગેરકાયદે રેતીનું ખનન કરતા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા તથા તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેન્જ ટીમના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગ પરમાર સહિતના સ્ટાફે ટીકર ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદે રેતી ખનન ઝડપી પાડ્યું હતું.

પોલીસે સ્થળ પરથી એક ડમ્પર, એક હિટાચી મશીન અને એક હોડકું સહિત કુલ અંદાજે રૂ. 80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસ તથા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

ઝડપાયેલા કસુરદારો અને જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ મથકને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!