Friday, March 29, 2024
HomeGujaratટંકારા-લતીપર હાઇવે વૃક્ષ સાથે કાર અથડાતા આશાસ્પદ યુવાનનું મોત

ટંકારા-લતીપર હાઇવે વૃક્ષ સાથે કાર અથડાતા આશાસ્પદ યુવાનનું મોત

મોરબીમાં રોડ અકસ્માતનો ગોઝારો સીલસીલો આજે પણ યથાવત રહ્યો છે જેમાં લતિપર હાઇવે પર વણાક લેતી વેળાએ કાર વૃક્ષ સાથે અથડાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ઓટાળા ગામના ૨૯ વર્ષય આશાસ્પદ યુવાનનુ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાથમિક વિગત અનુસાર ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને મિસ્ત્રી કામ સાથે સંકળાયેલા હાર્દિક દામજીભાઈ દૈસાઈ નામના 29 વર્ષીય યુવાન ગત રાત્રે પોતાના ગામે ઓટાળા તરફ કાર રજી.નંબર જીજે ૦૭-એજી-૭૬૬૪ લઈ જતા હતા.આ વેળાએ લતીપર રોડ પર આવેલ પ્રભુ ચરણ આશ્રમ નજીકના વળાકમાં સ્ટેરીગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં આવેલ વૃક્ષ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક હાર્દિકભાઈ દેસાઈનુ ધટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અંગેના વાવળ વાયુ વેગે પ્રસરતા મૃતકના પરીવાર ઉપર આભ તૂટી પડયું હતું અને આઠ મહિનાના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા ગામમાં માતમ છવાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!