એલસીબીએ રૂ.૯,૪૧૧/-નો મુદામાલ કબજે કર્યો, આરોપી ફરાર જાહેર.
માળીયા(મી)ના વાડા વિસ્તારમાં એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી બંધ ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૭ બોટલ અને બિયરના ૨૪ ટીન મળી કુલ રૂ.૯,૪૧૧/-નો જથ્થો ઝડપી લીધો હતો.
મોરબી એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે માળીયા(મી) વાડા વિસ્તારમાં સીરાજ કરીમભાઈ સંધવાણીની કબજાવાળી બંધ ઓરડીમાં દરોડો પાડ્યો હતો. ઓરડીમાં તપાસ કરતાં ઘાસચારા નીચે છુપાવેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૭ બોટલ કિ.રૂ.૬,૪૧૧/- તથા કિંગફિશર બિયરના ૨૪ ટીન કિ.રૂ.૩ હજાર એમ કુલ રૂ.૯,૪૧૧/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી સીરાજ કરીમભાઈ સંધવાણી હાજર નહિ માલી આવતા તેને ફરાર દર્શાવી એલસીબી ટીમે માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.






