Sunday, June 21, 2026
HomeGujaratમોરબીમાં દેશી દારૂ બનાવવા માટેનો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો, પાંચ સામે ગુનો...

મોરબીમાં દેશી દારૂ બનાવવા માટેનો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો, પાંચ સામે ગુનો નોંધાયો

પંચાસર રોડ પરથી સીએનજી રીક્ષામાંથી ૬૦૦ કિલો સડેલો ગોળ અને ૫૦ કિલો લાટો સાથે ચાલકની ધરપકડ.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે પંચાસર રોડ પરથી સીએનજી રીક્ષાની તપાસ કરતાં તેમાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૬૦૦ કિલો અખાદ્ય સડેલો ગોળ અને ૫૦ કિલો લાટો ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે માળીયા(મી)ના રીક્ષા ચાલક આરોપીની કુલ રૂ.૬૩ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપીની પૂછતાછમાં જેના માટે આ સામગ્રી લઈ જતો હોય, જેના પાસેથી આ ગેરકાયદેસર સામગ્રી ખરીદ કરી હોય તે ઈસમો સહિત પાંચ આરોપીઓ સામે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય, ત્યારે પંચાસર રોડના નાકા પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલી સીએનજી રીક્ષા નં. જીજે-૩૬-યુ-૮૬૩૦ની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રીક્ષામાં ૪૦ ડબામાં ભરેલો આશરે ૬૦૦ કિલો અખાદ્ય અને સડેલો ગોળ તેમજ ૫૦ કિલો લાટો મળી આવ્યો હતો. જેથી પોલીસે પૂછપરછ દરમિયાન રીક્ષાચાલક હુશેનભાઈ સલીમભાઈ ઈશાભાઈ મોવર ઉવ.૨૭ રહે. જુના રેલ્વે સ્ટેશન કોર્ટની સામે માળીયા(મી) વાળો આ જથ્થો સીરાઝભાઈ જેડા રહે.માળીયા(મી) વાળા માટે આ ગોળ દુકાનદાર જીજ્ઞેશભાઈ લુવાણા રહે.મોરબી અને તૌફીકભાઈ અકબરભાઈ પીલુડિયા રહે. વાવડી રીડ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું તેમજ લાટો વિક્રમસિંહ ઝાલા રહે. પંચાસર વાળા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસે ૬૦૦ કિલો અખાદ્ય ગોળ કિ.રૂ.૧૨ હજાર, ૫૦ કિલો લાટો કિ.રૂ.૧ હજાર તથા સીએનજી રીક્ષા કિ.રૂ.૫૦ હજાર મળી કુલ રૂ.૬૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે આરોપી હુશેનભાઈ સલીમભાઈ ઈશાભાઈ મોવર, સીરાઝભાઈ જેડા, જીજ્ઞેશભાઈ લુવાણા, તૌફીકભાઈ અકબરભાઈ પીલુડિયા અને વિક્રમસિંહ ઝાલા સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!