Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં વિદેશી દારૂ અને બીયર ભરેલ રીક્ષા ઝડપાઈ

મોરબીમાં વિદેશી દારૂ અને બીયર ભરેલ રીક્ષા ઝડપાઈ

મોરબીના વીશીપરા વિસ્તારમાંથી સીએનજી રીક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો અને બીયર ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસવડા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પી આઈ વી એલ પટેલની સુચનાથી પી એસ આઈ એ એ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના વીશીપરામાંથી સી એન જી રીક્ષામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૬ કીમત રૂ.૧૩૫૦૦ તથા બીયરના ટીન નંગ-૨૪૦ કીમત રૂ.૨૪૦૦૦ તથા સી એન જી રીક્ષા કીમત રૂ,૫૦,૦૦૦ કુલ રૂ,૮૭૫૦૦ના મુદામાલ કબજે કરી રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ એ એ જાડેજા, દિનેશભાઈ બાવળિયા, ભગવાનભાઈ ખટાણા, ભગીરથભાઈ લોખીલ, રમેશભાઈ મુંધવા, દેવસીભાઈ મોરી, ઇકબાલભાઈ સુમરા, કેતનભાઈ અજાણા સહિતની ટીમે કામગીરી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!