Sunday, December 29, 2024
HomeGujaratમાળીયા (મી)ના પીપળીયા ચાર રસ્તા નજીક પુરપાટ ઝડપે આવતી ઇકો કાર ટ્રક...

માળીયા (મી)ના પીપળીયા ચાર રસ્તા નજીક પુરપાટ ઝડપે આવતી ઇકો કાર ટ્રક પાછળ અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

મોરબીનાં માળીયા(મી) ના પીપળીયા ચાર રસ્તાથી મોટા દહીસરા જતા તરૂણ જયોત કોલસાના ડેલા પાસે રોડ ઉપર પુરપાટ ઝડપે આવતી ઇકો કારના ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા કાર ટ્રક પાછળ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, ગત 27 ઓગાસ્ટના રોજ સંજય ધીરૂભાઇ હુંબલ નામના 36 વર્ષીય યુવાન પોતાની GJ-03-EL-2500 નંબરની ઇકો ગાડી લઈ પીપળીયા ચાર રસ્તાથી મોટા દહીસર જતા તરૂણ જયોત કોલસાના ડેલા પાસે રોડ ઉપર પુરપાટ ઝડપે જય રહ્યો હતો. તે દરમિયાન તેણે કાર પરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો. જેથી તેની ગાડી આગળ જતા GJ-12-BW-8314 નંબરના ટ્રક સાથે ધડાકા ભેર અથડાતા ઇકો કારનાં ચાલક સંજય ધીરૂભાઇ હુંબલને માથામા તથા હાથ-પગમા તેમજ પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે અંગે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ માળીયા મીં. પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!