ગુજરાતમાં દારુબંધી હોવા છતા છાસવારે દારુ અને અન્ય નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે ગઈકાલે ફરી એક વખત માળીયા મી. પોલીસે મોટાપીરની દરગાહ પાછળ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. જયારે અન્ય એક આરોપી સ્થળ પરથી ફરાર થયો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી. ગઈકાલે બાતમીના આધારે મોવરટીબા, મોટાપીરની દરગાહ પાછળ વોકળાના કાંઠે બાવળની કાંટમા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ કરી હતી અને દેશીદારૂ બનાવવાનો ૧૦૦૦ લીટર આથો કે જેની કિંમત રૂ.૨૦૦૦/- છે ઝડપી પડ્યો હતો. જયારે આરોપી મહમંદહનીફ કાદરભાઇ ભટટી (રહે. માલાણી શેરી માળીયા.મી . તા.માળીયા જી.મોરબી) રેઇડ દરમિયાન સ્થળ પર હાજર નહિ મળી આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.