બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ જીઆઈડીસી પાસે આવેલ ગુરુકૃપા ગેરેજ ખાતે થાવરચંદ અમરાજી મીણા (રહે. રાજસ્થાન) વાળા તેની ટ્રક ટ્રેઇલર નં. જીજે-૨૭-ટી-૨૧૮૨ લઈને ઉભા હોય અને દરવાજે ઉભા રહી સેલ્ફ મારતા ટ્રક ગીયરમાં હોવાથી ચાલુ થઇ ચાલવા લાગી હતી જેથી ત્યાં રહેલ બીજા ટ્રક નં. જીજે-૨૭-એક્સ-૩૬૦૩ સાથે અથડાયો હતો અને થાવરચંદ મીણા બંને ટ્રક વચ્ચે આવી જતા તેમનું મોત થયુ હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.