મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલી શ્રી રામ પેકેજિંગ સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા મજૂરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ બેલા ગામની સીમમાં આવેલી શ્રી રામ પેકેજિંગ સિરામિકની લેબર કોલોનીમાં રહેતા અજીતકુમાર કૃષ્ણદેવ યાદવે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ પ્રતીકભાઈ મનહરભાઈ ફેફરે પોલીસને કરતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી, બનાવ અંગે ઇન્કવેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.






