મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે સાપર ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બાચકાઓ સાથે જોવા મળતા પોલીસે કોર્ડન કરીને તેમને ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે આરોપી તૈયબભાઈ ગુલમામદભાઈ માણેક ઉવ.૩૫ રહે.કુલીનગર-૦૨ વિશીપરા મોરબી મુળગામ-શિકારપુર તા.ભચાઉ જી.કચ્છ, સિંકદરભાઈ ઉર્ફે સિકલો મુસ્તાકભાઇ કાજેડીયા ઉવ.૨૧ રહે-માળીયા(મી) સરકારી હોસ્પીટલની બાજુમાં તથા અલ્તાફભાઈ અબ્દુલભાઈ મોવર ઉવ.૧૯ રહે-કુલીનગર વિશીપરા મોરબી-૦૨ વાળા પાસેથી પ્લાસ્ટિકના અલગ અલગ ૧૦ બાચકામાંથી ૨૦૦મીલી.ની ૧૦૦૦ કોથળીમાં ૨૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૪૦ હજાર ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






