મોરબી તાલુકાના જેતપર ગામે પૂજા સામગ્રીની ફેરીનો ધંધો કરતા ૫૨ વર્ષીય પ્રૌઢે ધંધો બરાબર ન ચાલવાની ચિંતામાં ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા રવજીભાઈ ઉર્ફે રવીભાઈ કેશવજીભાઈ ધમણ ઉવ.૫૨ જે પૂજા-પાઠની ચીજવસ્તુઓની ફેરીનો વ્યવસાય કરતા હતા, તેઓ છેલ્લા કેટલાક સમયથી ધંધો બરાબર ન ચાલતા ચિંતાગ્રસ્ત રહેતા હતા. આ દરમિયાન ગામના તળાવની પાળે શીતળા માતાજીના મંદિર પાસે ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






