Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના ધરમપુર તરફ નજીક અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત

મોરબીના ધરમપુર તરફ નજીક અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત

મોરબીમાં ઉમા વિધા સંકુલ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત થતા એકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જે બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ધરમપુર તરફ જતા રસ્તે પ્રવિણભાઇ રાઠોડના મકાન સામે આવેલ પાણીના પરબ પાસે હીરોહોન્ડા સ્પલેન્ડર નં. GJ-03-AF-1531 ના ચાલકે આડેધડ બાઈક ચલાવી મનહર રવીન્દ્રસિંહ તોમરના યામહા આલ્ફા બાઇક રજી નં.GJ-36-H-4341ને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મનહરને શરીર ગંભીર ઇજા પહોંચી હતી. જે ઇજાઓ જીવલેણ નિવડતા મનહરનુ વાહન અકસ્માતમાં મુત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ બાઈક ચાલક નાશી છૂટતા મૃતકના પિતા રવિન્દ્રસિંહ ચંદ્રસિંહ તોમરએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!