Friday, June 5, 2026
HomeGujaratમોરબીના સાપર ગામે લેબર કોલોનીમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના સાપર ગામે લેબર કોલોનીમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલી ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા ૨૧ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ અમુલ મીનરલ્સ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા વિક્રમભાઈ અબુભાઈ નિનામા ઉવ.૨૧ એ ગઈકાલ તા.૦૪/૦૬ના રોજ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ બાદ તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલમાં ફરજ ઉપરના ડૉક્ટરએ પોલીસને જાણ જારતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!