મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે ૧૯ વર્ષીય પરિણીતાએ પોતાના પિતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. છેલ્લા દશેક મહિનાથી તે માવતરે રહેતી હોવાનું સામે આવ્યું છે. હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામ શક્તિપરા વિસ્તારમાં રહેતા શીતલબેન કાંતીભાઈ ફિસડીયા ઉવ.૧૯એ ગઈકાલ તા.૦૪ જુનના રોજ પોતાના પિતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ બાદ તેમની લાશ પોસ્ટમોર્ટમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મૃતકનો લગ્નગાળો એક વર્ષનો હોવાનું અને છેલ્લા દશેક મહિનાથી રીસામણે માવતરે રહેતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ મૃત્યુના બનાવ મામલે પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.






