એંજાર રણમલપુર વચ્ચે મોટરસાયકલ સામ સામે ટકરાતા હળવદના યુવાન નું કરુણ મોત
હળવદ તાલુકાના રણમલપુર એંજાર વચ્ચે સાંજના સમયે મોટરસાયકલ સામસામે અથડાતા એક યુવાનનું મોત થયું હતું જ્યારે એકને ગંભીર ઈજા થવા પામી હતી જેઓને સારવાર માટે શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ રણમલપુર એંજાર વચ્ચે પેટ્રોલ પંપ પાસે મોટરસાયકલ સામસામે અથડાતા હળવદમાં રહેતા કૃપાલસિંહ અશોકસિંહ ઝાલા પોતાની વાડી એ એંજાર થી હળવદ ઘરે પરત આવતા હતા ત્યારે સામસામે મોટરસાયકલ અથડાતા કૃપાલસિંહ ઝાલા ગંભીર ઈજા થતાં હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નીપજ્યું હતું,જ્યારે સામે બાઈક વાળા મહારાજને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા,કુપાલસિંહ અશોકસિંહ ઝાલા ઉંમર વર્ષ 30 રહે.હળવદ નું કરુણ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ક્ષત્રિય સમાજના લોકો હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા મૃત્યુના સમાચાર મળતા ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી વ્યાપી જવાબ પામી હતી.ધટનના ની જાણ હળવદ પોલીસને થતા રવીરાજસિહ ઝાલા તથા સજંયભાઈ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.