Sunday, September 20, 2026
HomeGujarat“નવયુગ કા રાજા” — જ્યાં ભક્તિ સાથે ગુંજે એકતાનો નાદ અને વિઘ્નહર્તાના...

“નવયુગ કા રાજા” — જ્યાં ભક્તિ સાથે ગુંજે એકતાનો નાદ અને વિઘ્નહર્તાના આશીર્વાદથી થાય શુભકાર્યોની શરૂઆત:નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસમાં ‘નવયુગ કા રાજા’નું ભવ્ય સ્થાપન

નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે વિદ્યાર્થીઓમાં ધાર્મિક આસ્થા, ભારતીય સંસ્કૃતિ, એકતા અને સેવાભાવનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી વિઘ્નહર્તા દેવ ભગવાન શ્રી ગણેશજીનું ‘નવયુગ કા રાજા’ સ્વરૂપે ભક્તિભાવપૂર્વક અને ભવ્ય રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ગણપતિ દાદાની પ્રતિમાના સ્થાપન પ્રસંગે સમગ્ર કોલેજ સંકુલને આકર્ષક શણગાર, રંગોળી, દીપમાળા અને પુષ્પોથી સજાવવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર, ગણેશવંદના અને ઢોલ-નગારાના નાદ વચ્ચે યોજાયેલી સ્થાપનવિધિથી સમગ્ર નવયુગ સંકુલ ભક્તિમય બની ગયું હતું.

આ સમગ્ર ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કોલેજના તમામ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આયોજનથી લઈને સુશોભન, પૂજનવિધિ, આરતી અને પ્રસાદ વિતરણ સુધીની તમામ જવાબદારીઓ ઉત્સાહ અને શિસ્તપૂર્વક નિભાવી હતી. નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસના સમગ્ર સ્ટાફે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહયોગ આપી આ આયોજનને વધુ ભવ્ય બનાવ્યું હતું.

ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ સવાર-સાંજ ગણપતિ દાદાની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા સ્ટાફના સભ્યો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. ગણપતિ બાપ્પાના જયઘોષ અને ભક્તિગીતોથી સમગ્ર કેમ્પસમાં આધ્યાત્મિકતા, આનંદ અને ઉત્સવનો અદભુત માહોલ સર્જાયો છે.

નવયુગ પરિવાર દ્વારા આયોજિત આ ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, જવાબદારી, નેતૃત્વ, સંસ્કાર અને સામૂહિક ભાવના વિકસાવતું એક પ્રેરણાદાયી આયોજન બની રહ્યું છે.

તેમજ ધોરણ -12 કોમર્સ ની વિધાર્થીનીઓ દ્વારા 2051 મોદક ની મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું

પી.ડી. કાંજીયા સાહેબનો સંદેશ

આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા સાહેબે જણાવ્યું હતું કે,“ભગવાન શ્રી ગણેશ બુદ્ધિ, વિવેક અને સફળતાના દેવ છે. ‘નવયુગ કા રાજા’ના પાવન આગમનથી સમગ્ર નવયુગ પરિવારમાં નવી ઊર્જા, ભક્તિ અને એકતાનો સંચાર થયો છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફે સાથે મળીને કરેલું આ ભવ્ય આયોજન ખરેખર અભિનંદનને પાત્ર છે. ગણપતિ દાદા સૌના જીવનમાંથી વિઘ્નો દૂર કરી જ્ઞાન, સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરે તેવી પ્રાર્થના.” ગણપતિ બાપ્પા મોરયા… મંગલમૂર્તિ મોરયા…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!