રાજકોટ ખાતે આજે સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજનું 28મું મહા અધિવેશન યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાંથી સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહા અધિવેશન દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજની 12 જિલ્લા વરિષ્ઠ બોડીની નવી રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રાજકોટના પંકજભાઈ રાવલ તેમજ મહામંત્રી તરીકે મોરબીના ચિંતનભાઈ ભટ્ટની નિમણૂક કરવામાં આવી હતી.નવી જવાબદારી સોંપાતા સમાજના આગેવાનો અને ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા પંકજભાઈ રાવલ અને ચિંતનભાઈ ભટ્ટને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.મહા અધિવેશનમાં સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સામાજિક પ્રવૃત્તિઓને વેગ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.






