Wednesday, June 17, 2026
HomeGujaratમોટા દહીંસરા ગામે યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોટા દહીંસરા ગામે યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામે ૨૩ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા બાદ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી)ના મોટા દહીંસરા ગામના રહેવાસી મીત રમેશભાઈ મૈયડ ઉવ.૨૩એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં લોખંડની એંગલ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ગંભીર હાલતમાં તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે જોઈ તપાસી મીતભાઈને મરણ ગયાનું જાહેર કર્યું હતું. બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હાલ માળીયા(મી) પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!