હળવદ તાલુકાના રંગપુર ગામે રહેતો રાજુભાઈ બચુભાઈ ઘેડાની ઉંમર 45 ના યુવાને 10 દિવસ પહેલા પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા યુવાનને ગંભીર હાલતમાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માં રાજકોટની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ગઈકાલે યુવાને હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લેતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો બનાવ અંગેની જાણ હળવદ પોલીસ ને કરવામાં આવતા એ એસ આઇ સીએસ કડવાતેર એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.