Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ ગામ નજીક રીક્ષામાં વિદેશી દારૂની નાની મોટી ૧૭૨ બોટલ સાથે...

મોરબીના ઘુંટુ ગામ નજીક રીક્ષામાં વિદેશી દારૂની નાની મોટી ૧૭૨ બોટલ સાથે નીકળેલ યુવક ઝબ્બે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે ઘુંટુ ગામ નજીક આવેલ પાર્થ હોટલ પાસેથી સીએનજી રીક્ષામાં વિદેશી દારૂ ભરી નીકળેલ યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે તાલુકા પોલીસે રીક્ષામાં તલાસી લેતા વિદેશી દારૂની વાઈટ વોડકાની ૧૮૦એમએલની ૧૬૦ બોટલ તેમજ ૭૫૦એમએલની ૧૨ બોટલ એમ નાની મોટી કુલ ૧૭૨ બોટલ કિ.રૂ.૧૯,૬૦૦/-મળી આવતા આરોપી રીયાઝભાઇ રફીકભાઇ પઠાણ ઉવ.૨૦ રહે.ન્યુ રેલ્વે કોલોની મોરબી-૦૧ મુળગામ-બરવાળા તા.જી.મોરબીની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી. ત્યારે પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા સીએનજી રીક્ષા સહીત કુલ કિ.રૂ.૧,૧૯,૬૦૦/-નો મૂડમાં જપ્ત કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!