Saturday, May 4, 2024
HomeGujaratહળવદના ચરાડવા બસ સ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂની ૨ નંગ બોટલ સાથે એક...

હળવદના ચરાડવા બસ સ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂની ૨ નંગ બોટલ સાથે એક પકડાયો

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂની વ્હિસ્કીની શીલપેક ૨ નંગ બોટલ સાથે આરોપી હરેશભાઇ ઉર્ફે હરી નવઘણભાઇ જાદવ ઉવ.૩૨ રહે નરશીપરા, દરીયાલાલ મંદિર પાસે, ધ્રાંગધ્રાને પકડી લેવામાં આવ્યો હતો, પકડાયેલ આરોપી પાસે દારૂ બાબતેની સઘન પૂછપરછમાં વેચાણ અર્થે વિદેશી દારૂ રાખ્યા હોવાની કબૂલાત આપતા વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!