Saturday, May 18, 2024
HomeGujaratમોરબીમાં યુવતીએ સામે જોવા બાબતે વિરોધ કરતા માથાભારે શખ્સે યુવતી પર હુમલો...

મોરબીમાં યુવતીએ સામે જોવા બાબતે વિરોધ કરતા માથાભારે શખ્સે યુવતી પર હુમલો કર્યો

મોરબીમાં ગુન્હાહિત પ્રવૃત્તિએ માઝા મૂકી છે, દિન પ્રતિદિન મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં મોરબીના ટ્રાફિકથી અને લોકોની અવર જવરથી ધમધમતા શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ નજીક માથાભારે શખ્સને એકધારું ટગર ટગર સામે ન જોવાનું કહેતા અસામાજિક શખ્સ દ્વારા યુવતીને જેમ ફાવે તેમ ગાળો આપી ઝપાઝપી કરી માર મારવામાં આવ્યો હતો. યુવતીને માર મારવાની આ અતિશય શર્મનાક બાબતે હાલ યુવતી દ્વારા મોરબી એ ડિવિઝનમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ આઇપીસીની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતી યુવતીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ ટાવર નટુભા જાડેજા રહે શનાળા રોડ ગુ.હા.બોર્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક શનાળા રોડ ઉપર આરોપી વિરેન્દ્રસિંહ ભોગ બનનાર યુવતી સામે એકધારૂં ટગર ટગર તાકતો હોય જેથી યુવતીએ આરોપી વિરેન્દ્રસિંહને કહ્યું કે’ કેમ મારી સામે જોયા કરે છે’ જે બાબતે આરોપીને સારું નહિ લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈને યુવતી સાથે બોલાચાલી કરવા લાગ્યો અને યુવતીને બેફામ ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી, હાથથી શરીરે નખોડીયાની ઈજાઓ પહોંચાડી ભોગ બનનારને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સ્થળ ઉપરથી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!