Saturday, December 7, 2024
HomeGujaratમોરબીમાં ગતરાત્રીના મોરબી ત્રાજપર ચોકડી નજીક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યામાં...

મોરબીમાં ગતરાત્રીના મોરબી ત્રાજપર ચોકડી નજીક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યામાં સારવારમાં રહેલ યુવાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

સીપીઆઈ ની ટીમની તપાસમાં એક યુવાન બાળકનો હાથ મચકોડતો હતો તેને રોકતા સામેના વ્યક્તિ એ હીંચકારો હુમલો કરતા યુવાન મોતને ભેટ્યો : ત્રાજપરના ભરવાડ ઇસમની સંડોવણી સામે આવતા તપાસ હાથ ધરાઈ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગઈકાલ મોડી સાંજે સાંમાંકાંઠે આવેલા અજીત ગોરધનભાઈ પરમારની તીક્ષણ હથિયાર ના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હતી જેમાં તેની સાથે રહેલા હુસેન ફકરુદ્દીનભાઈ વોરાને ઈજાઓ થતા રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં ઇજાગ્રસ્ત યુવાને આજે સારવાર દરમ્યાન ભાનમાં આવી જતા મોરબી બી.ડીવી. પોલીસે ઇજાગ્રસ્ત યુવાનના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

જેમાં આ બનાવમાં ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે મૃતક યુવાન અજીત પરમાર અને ઇજાગ્રસ્ત યુવાન હુશેન વોરા બન્ને કપડાંની ખરીદી માટે ત્રાજપર ચોકડી નજીક ગયા હતા એ સમયે એક વ્યક્તિ નાના બાળકનો હાથ મચકોડતો હતો એ સમયે આ બન્ને યુવકોએ એ અજાણ્યાં વ્યક્તિને હાથ ન મચકોડવા જણાવ્યું હતું જેમાં આ હત્યામાં ત્રાજપર નો રમેશ મંગાભાઈ ભરવાડ નામના ઇસમની સંડોવણી સામે આવી છે જેમાં સીપીઆઈ બી જી સરવૈયા સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી છે સાથે જ જલ્દી જ આરોપીઓ પોલીસ પકડમાં હશે તેવો આશવાદ પણ વ્યકત કર્યો છે તો બીજી બાજુ પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી

લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા સાંજે 5:25 કલાકે લાશને કોલ્ડરૂમમાં ખસેડવામાં આવી છે. એસ.પી. તથા ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓએ મૃતક અજીત પરમારના પરિજનોને સમજાવવાની મથામણ કર્યા બાદ પણ પરિજનો જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવા મક્કમ રહ્યા હતા જો કે પોલીસે ફરિયાદી યુવાને હુમલાખોરોના કરેલા વર્ણનને આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા સમગ્ર ટીમ કામે લગાડી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!