પ્રાપ્ત વિગતો અનુસાર માળિયાના કાજરડા ગામે રહેતા રફીક અબ્બાસ ભાઈ ભટ્ટી નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે તેનાં ભાઇ કાસમ સાથે અલ્તાફભાઇ સાઉદીનભાઇ કાજેડીયા લતીફભાઇ સાઉદીનભાઇ કાજેડીયા આમીન જુસબભાઇ કાજેડીયાએ અગાઉના ઝઘડાનુ મન દુખ રાખી ગાળો આપી ઝઘડો તકરાર કરી આરોપી અલતાફે ફરીયાદી ભાઇ કાસમને છરી વડે માથાના ભાગે ઇજા કરી અન્ય આરોપીઓએ ફરીયાદીના ભાઈ કાસમભાઈ બંને ભાઇઓને લાકડાના ધોકા વડે માર મારી ફરીના ભાઇ હનીફને આંખ પાસે ઇજા કરી ફરાર થઇ ગયા હતા. બનાવ બાદ ઇજાગ્રસ્તોને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.બનાવ અંગે માળિયા પોલીસે ગુંન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ અંગે વંધુ તપાસ હેડ કોન્સ્ટ. વી.આર.વઘેરા ચલાવી રહ્યા છે.