Thursday, May 2, 2024
HomeGujaratહળવદનાં એડવોકેટ નોટરી અતુલ પાઠકની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોપ મેમ્બર તરીકે...

હળવદનાં એડવોકેટ નોટરી અતુલ પાઠકની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોપ મેમ્બર તરીકે નિમણુંક

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ એડવોકેટ્સ એક્ટ, 1961 હેઠળ વિશાળ અને વૈવિધ્યસભર સત્તાઓ, કાર્યો અને ફરજો સાથે રચાયેલ “ઓટોનમસ સ્ટેચ્યુટરી બોડી” છે. ગુજરાતની બાર કાઉન્સિલ ધી એડવોકેટ્સ એક્ટ, 1961, ગુજરાત એડવોકેટ્સ વેલ્ફેર ફંડ એક્ટ, 1991 અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ઘડવામાં આવેલા નિયમો અનુસાર તેની વૈધાનિક ફરજો નિભાવે છે. ત્યારે 80 હજાર ધારાશાસ્ત્રીઓની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પહોંચી હળવદના ધારાશાસ્ત્રીએ સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
- Advertisement -

હળવદ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી, હળવદ એજ્યુકેશન સોસાયટી(આઇ. ટી.આઇ)ના ટ્રસ્ટી/ માનદ મંત્રી અને સામાજિક અગ્રણી અને એડવોકેટ નોટરી અતુલ પાઠકની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોપ મેમ્બર તરીકે પસંદગી થઈ છે. જેને લઈ તેઓને પરિવારજનો, વકીલો, રાજકીય તથા સામાજિક લોકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા સર્વે સ્નેહીજનો દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!