વાંકાનેર તાલુકાના વિરપરની સીમમાં પોલીસે રેઇડ પાડી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપી પાડી હતી.
આ દરોડા દરમિયાન આરોપી નાશી છૂટતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વિરપર ગામે આવેલ એડોરેશન કારખાનાની સામેની પડતર ખાણની જગ્યામાં પોલીસે બાતમી આધારે રેઇડ પાડી ૮૦૦ લીટર આથો કી.રૂ.૧૬૦૦ દેશી દારૂ લીટર પ કી.રૂ.૧૦૦ દેશી દારૂ સહિત ભઠ્ઠીના સાધનો મળી કુલ કી.૩૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો આ દરમિયાન આરોપી સાગર રમેશભાઇ ડાંગરેચા (રહે.વીરપર તા.વાંકાનેર જી.મોરબી) નાશી છૂટતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.