Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, દંડ ફટકારતી કોર્ટ

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, દંડ ફટકારતી કોર્ટ

મોરબીમાં ત્રણ લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજા અને ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ કેસની વિગત અનુસાર મોરબીની ગજાનન એન્ટરપ્રાઈઝ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર અમરશીભાઈ ભાણજીભાઈ પડસુંબીયાએ રૂચા કોમ્પ્યુટર્સ અને તેના ભાગીદાર કલ્પેશભાઈ નકુમ સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ -૧૩૮ મુજબની મોરબીના સેકન્ડ એડીનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. અને કાયદેસરની બાકી લેણી રકમ પેટે આરોપીએ ફરિયાદીને રૂા .3,00,000 નો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં રજૂ થતાં આ ચેક વગર સ્વીકારાયે પરત થયો હતો તે અંગેની ફરિયાદ દાખલ થતાં કોર્ટે ફરિયાદી, ફરિયાદીના સાક્ષી તથા ફરિયાદી તરફેના વકીલ મહેન્દ્ર એમ પાટડીયા , એડવોકેટ (પાટડીયા લોયર્સ) ની રજુઆતોને ધ્યાને લઈને આરોપીને કસુરવાન ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. વધુમાં ચેકની રકમ રૂા.3,00,000 ૯ ટકાના વ્યાજ સહિત વળતર તરીકે ચૂકવવા અને ચુકવવામાં આરોપી ચુક કરે તો વધુ ૩ માસની કેદની સજા ફટકારી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!