Thursday, April 25, 2024
HomeGujaratટંકારાના વાછકપર ગામેં પિતા, પુત્રોએ યુવાનને ધોકાવી નાખ્યા

ટંકારાના વાછકપર ગામેં પિતા, પુત્રોએ યુવાનને ધોકાવી નાખ્યા

ટંકારા તાલુકાના વાછકપર ગામેં પાડોશીની વાડી બાજુમાં આવેલ હોકરી બુરી દઇ આરોપી પિતા પુત્રોએ યુવાને ધોકાવી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જને લઈને પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાછકપર ગામેં ધર્મેશભાઇ મેઘજીભાઇ ડોડીય (ઊ.વ-૪૨રહે કુવાડવા રોડ શિવપરા શેરી નં.૦૨ જુના જકાતનાકા, રાજકોટ) અને આરોપી ભુપતભાઇની વાડી બાજુમાં આવેલ હોય આ દરમ્યાન આરોપી ભુપતભાઇએ ધર્મેશભાઇની વાડી બાજુ આવેલ હોકરી બુરી દેતા પાણી નિકાલની સમસ્યા સર્જાય હતી. જેથી ધર્મેશભાઇ મેઘજીભાઇ ડોડીયા તથા સાહેદ આરોપીઓને સમજાવવા જતા મામલો બીચકયો હતો આ દરમિયાન ઉસ્કેરાઇ ગયેલ આરોપી ભુપતભાઇ તથા તેનો દિકરો લાલો અને બીજા દિકરાએ ધર્મેશભાઇ અને સાહેદને ગાળો આપી હતી તથા લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જે અંગેની ધર્મેશભાઇએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!