મોરબી જિલ્લામાં વધતા જતા આપઘાતનાં બનાવોને લઈ પોલીસ તંત્રની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ગઈકાલે શનાળા રોડ પર રહેતા એક વૃદ્ધાએ એસીડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
મળતી માહિતી અનુસાર, ચિત્રા નગર સ્કાયમોલ સામે શનાળા રોડ પર રહેતા ગીતાબેન નરભેરામભાઇ ફુલતરીયા નામના ૬૧ વર્ષીય વૃદ્ધાએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું, જેની જાણ થતા જ પરિવારજનો તાત્કાલિક તેમને મંગલમ હોસ્પીટલ મોરબી ખાતે લઇ ગયા હતા. પરંતુ જયારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તે બેભાન હાલતમાં હતા. જો કે ડોક્ટર દ્વારા વૃદ્ધાને સારવાર માટે ખસેડવામાં આવ્યા પરંતુ ટૂંકી સારવાર બાદ વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જે અંગે મંગલમ હોસ્પીટલનાં ડો.જે.સી અઘારા દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.